Prabhu te dukh sahya sha sha kathu hu temane kya kya lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Prabhu, te dukh sahya shaa shaa,
    kathu hu temane kyaa kyaa !
    Janaavu dhairya tuj kyaa kyaa,
    ganaavu tuj vipat kyaa kyaa ! Prabhu.

2     Jakham pag haathanaa taaraa,
    bataavu teh kyaa, pyaaraa,
    "Yahudino juo raajaa,"
    lakhaavu lekh ae kyaa kyaa ! Prabhu.

3     Sakhat shir taaj kaantaano
    bataavu kayaa hu traataano,
    Madhur muj par tamaachaanaa
    padayaa chaathaa bataavu kayaa ! Prabhu.

4     Vadyo mukh ven tu je je
    janaavu kyaa jai te te,
    Lidhaa shir paap paapinaa
    gavaadu geetamaa kyaa kyaa ! Prabhu.

5     Kathin ghaa jeha bhaalaano,
    bataavu kyaa vahaalaano,
    Khamyaa te koradaa jyaa jyaa
    ganaavu sod te kyaa kyaa ! Prabhu.

6     Prabhu, muj kaaj vindhaayu,
    are nirdosha tuj haiyu,
    Gayaa paapo badhaa maaraa
    vahyaathi raktani dhaaraa ! Prabhu.

7     Najeek thai re janaaraa tu,
    najaramaa kai nathi aa shu !
    Rudan geet dukhnu taaraa,
    hruday gaatu fare kyaa kyaa ! Prabhu.

8     Anupam prem karyo traataa,
    janaavu jagatamaa kyaa kyaa,
    Sahyaa te dukh ati jhaajhaa,
    vigat vaachu badhi kyaa kyaa ! Prabhu.

This song has been viewed 79 times.
Song added on : 11/29/2020

પ્રભુ તેં દુ:ખ સહ્યાં શાં શાં કથું હું તેમને ક્યાં ક્યાં

૧     પ્રભુ, તેં દુ:ખ સહ્યાં શાં શાં,
    કથું હું તેમને ક્યાં ક્યાં !
    જણાવું ધૈર્ય તુજ ક્યાં ક્યાં,
    ગણાતું તુજ વિપત કયાં કયાં ! પ્રભુ.

૨     જકમ પગ હાથના તારા,
    બતાવું તેહ ક્યાં, પ્યારા,
    "યહૂદીનો જુઓ રાજા,
    " લખાવું લેખ એ ક્યાં કયાં ! પ્રભુ.

૩     સખત શિર તાજ કાંટાનો
    બતાવું કયાં હું ત્રાતાનો,
    મધુર મુજ પર તમાચાનાં
    પડયાં ચાઠાં બતાવું કયાં ! પ્રભુ.

૪    વદ્યો મુખ વેણ તું જે જે
    જણાવું ક્યાં જઈ તે તે,
    લીધાં શિર પાપ પાપીનાં
    ગવાડું ગીતમાં ક્યાં ક્યાં ! પ્રભુ.

૫    કઠિન ઘા જેહ ભાલાનો,
    બતાવું ક્યાં વહાલાનો,
    ખમ્યા તેં કોરડા જ્યાં જ્યાં
    ગણાવું સોળ તે ક્યાં ક્યાં ! પ્રભુ.

૬    પ્રભુ, મુજ કાજ વીંધાયું,
    અરે નિર્દોષ તુજ હૈયું,
    ગયાં પાપો બધાં મારાં,
    વહ્યાથી રક્તની ધારા ! પ્રભુ.

૭    નજીક થઈ રે જનારા તું,
    નજરમાં કંઈ નથી આ શું !
    રુદન ગીત દુ:ખનું તારા,
    હ્રદય ગાતું ફરે ક્યાં ક્યાં ! પ્રભુ.

૮    અનુપમ પ્રેમ કર્યો ત્રાતા,
    જણાવું જગતમાં ક્યાં ક્યાં,
    સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં,
    વિગત વાંચું બધી ક્યાં ક્યાં ! પ્રભુ.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙